No valid database connection You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near '' at line 1 SQL=SELECT id, title FROM G10_categories WHERE section='8' AND published='1' AND `access` <= 0 ORDER BY

Home » ગુજરાતી લેખ

ગુજરાતી લેખ

Results 1 - 10 of 449

ગુજરાતી લેખ/ઋષિ ચિંતન
માનસિક શક્તિ વધારવા નિયમો. માનસિક શક્તિ વધારવા માટે જે નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નીચે મુજબ છે : (૧) સૂર્યોદય ૫હેલાં વહેલી સવારે ઉઠો અને શૌચાદિ વગેરે કર્મોથી ૫રવારીને ચોખ્ખી હવામાં ફરવા જાઓ. (ર) પેટમાં કબજિયાત થાય નહિ તેમ કરો. ભૂખ વિના ભોજન કરો નહિ. દરેક કોળિયાને બરાબર ચાવીને પેટામાં જવા દો. (૩) ભોજન સાદું સાત્વિક, હળવુ અને પૌષ્ટિક હોવું જોઈએ. બજારુ મીઠાઈ કે પૂરી ૫કોડી વગેરે ન ખાઓ. (૪) તમાકુ, ભાંગ જેવાં માદક દ્રવ્યોથી દૂર રહો. એ સદ્દબુદ્ધિનો નાશ કરે છે, જેથી તેમનું સેવન કદી ન કરો. (૫) દરરોજ નિયમપૂર્વક વ્યાયામ અને પ્રાણાયામ કરો. (૬) શરીર, વસ્ત્ર, મકાન, પુસ્તકો, ટેબલ, ખુરશી વગેરેની સ્વચ્છતા ૫ર પૂરતું ઘ્યાન આપો અને ગંદકીને દૂર રાખો. (૭) પોતાની શક્તિ ઉ૫ર વિશ્વાસ રાખો. તમારી જાતને તુચ્છ, હલકી, મૂર્ખ કે અયોગ્ય ક્યારેય સમજો નહિ. (૮) બધા સમયનો કોઈને કોઈ કાર્યમાં ઉ૫યોગ કરો. નકામા બેસો નહિ. હસતા રહો અને મનમાં પ્રસન્નતા રાખો. (૯) દ્વેષ, દુરાચાર, છળ, ચોરી, ક્રોધ, કંકાસ વગેરે માનસિક ચોરોને તમારા મગજમાં ઘૂસવા જ ન દો. ૧૦) હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને સદ્દગુણ અને સદ્દબુદ્ધિ આપે. Author KANTILAL KARSHALA
Thursday, 29 July 2010 | 286 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Swami Vivekanand
૬. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે તેમજ બીજે પક્ષે પ્રેરક આશા ના કિરણો પણ છે, સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહ્સ્ત્રદેવ્તાઓની શક્તિ થી સર્વદા અને સદા માટે તૈયાર રહે હોય છે. ૭. બચપણ થી જ રચનાત્મક અને દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના)મગજ માં દાખલ થવા દો. ૮. ખરાબ વિચારો ભૌતિક દ્રષ્ટીએ જોતા રોગના જંતુ છે. ૯. શરીર તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે. ૧૦. સારા અને નરસા વિચારના આપણેજ વારસદારો છે. જો આપને આપની જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ તો સ્સાદ્વિચારો આપનામાં પ્રવેશ કરશે સારો માનસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે. યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાનુઓ જેવાજ ખરાબ વિચારો છે. ૧૧. જે લોકો અ જીવનમાં નિરંતર નિરાશ અને નીરઉત્સાહી રહે છે. તેઓ કસુ કરી સકતા નથી. -સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ... Writen: www.gpdabhoi.org
Thursday, 12 August 2010 | 28 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Swami Vivekanand
હું પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતવર્ષ માં ફર્યો છું, મેં મારી સગી આંખેન એમના અજ્ઞાન, દુર્દશા અને કંગાલિયત જોયા છે. મારો આત્મા એથી ધખ ધખી ઉઠ્યો છે અને એ દુર્દ્સા ને દુર કરવાની પ્રબળ ઈચ્છાથી મારા હદય પ્રાણ જાણે કે સળગી ઉઠ્યા છે તમે ઈશ્વર લાભ કરવા ઈચ્છતા હો તો પહેલા માનવ ની સેવા કરો નારાયણ ના દ્વારે પહોચવા દરિદ્રનારાયણ ની સેવા કરો. ભારતના લાખો ભૂખ્યા દુખ્યા ની સેવા કરો... -સ્વામી વિવેકાનંદા Writen by : www.gpdabhoi.org
Friday, 06 August 2010 | 227 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Swami Vivekanand
૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો, તે વિચારો અને આદર્શો ને દિવસરાત તમારી સમક્ષ રાખો તેમાંથી જ મહાન કાર્ય જન્મશે. ૨. એકજ વિચારને પકડો એ એકજ વિચાર ને તમારું જીવન સર્વસ્વ બનાવો તેના વિચ્સેજ વિચાર કરો તેંજ સપના સેવો એ વિચાર પર જ જીવો તમારું મગજ સ્નાયુઓ માંસપેસીઓ જ્ઞાનતંતુ તમારા સરીસનો એકે એક અવયવ એ વિચાર થી ભરપુર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરકે વિચાર ને બાજુ એ મુકો. સફળ થવાનો આજ માર્ગ છે. ૩. જો તમે પાંચ વિચારો ને પચાવ્ય હોય અને તેમને તમારા જીવન અને ચરિત્રમાં ઉતર્યા હોય તો જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતા તમે વધુ કેળવાયેલા છો. ૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે મનને ઊંચ વિચારોથી ભરી દો તેના વિશે રોજ રોજ શ્રવણ કરો મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કડી પરવા ન કરો. અ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌન્દર્ય છે. જીવનમાં જો મથામણ ના હોય તો જીવનની કઈ કીમત નથી. ૫. નિરંતર પવિત્ર વિચારો કરે રાખો ખરાબ સંસ્કારોને દબાવવા એ માત્ર ઉપાય એજ છે. -સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ...
Sunday, 08 August 2010 | 71 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Saint Sermon
આપણો આત્મા કઇ દિશામાં યાત્રા કરશે, કયા પંથે પ્રયાણ કરશે, કયા નૂતન વિશ્વનો આવિષ્કાર કરશે એનો આધાર જીવન સાથેના આપણા વ્યવહાર પર છે. જીવન સાથેનો આપણો વ્યવહાર જ આપણો નિર્માતા બને છે, એ જો સ્મરણમાં રહે તો કદાચ જીવનને અસાર અને વ્યર્થ માનવાની દૃષ્ટિ આપણને ભ્રાંત લાગે, તો કદાચ જીવનને દુ:ખપૂર્ણ માનવાની વાત ખોટી લાગે અને જીવનવિરોધી ગતિ અધાર્મિક લાગે.  જેણે આનંદનાં ગીત ગાયાં એણે પોતાની અંદર આનંદની એવી જ વિશાળ સંભાવનાનાં દ્વાર ખોલી નાખ્યાં. જેણે એ મકાનને સુંદર બનાવ્યું તેણે મહાન સૌંદર્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. હજારો વર્ષથી એક વાત આપણને મંત્રની માફક ભણાવવામાં આવી છે. જીવન અસાર છે, જીવન દુ:ખમય છે, જીવન વ્યર્થ છે, જીવન ત્યજી દેવા લાયક છે. આ વાત સાંભળી સાંભળીને આપણા મનમાં પથ્થરની જેમ મજબૂત ઠસી ગઈ છે. આ વિભાવનાને કારણે જ જીવન અસાર લાગે છે, જીવન દુ:ખમય લાગે છે. અને આ જ કારણસર જીવનનો સકળ આનંદ, સકળ પ્રેમ બધું જ સૌંદર્ય આપણે ખોઇ બેઠા છીએ. મનુષ્ય કુરૂપ બની ગયો છે, દુ:ખનો અડ્ડો બની ગયો છે. અને જયારે આપણે માની જ લીધું છે કે જીવન વ્યર્થ છે, ત્યારે તેને સાર્થક બનાવવાની ચેષ્ટા થાય નહીં એમાં આશ્ચર્ય શું? જો આપણે એમ માની લઈએ કે જીવન એક કુરૂપતા છે, તો તેની અંદર સૌંદર્યની શોધ શી રીતે થાય? અને જો આપણે માની લીધું છે કે જીવન ત્યજી દેવા યોગ્ય છે, તો જયારે તેનો ત્યાગ જ કરવાનો છે, તો એની સજાવટ શી? એને શોધવાની કે સંસ્કારવાની જરૂર પણ શી? સ્ટેશન પરના વિશ્રામાલય સાથે જેવો વ્યવહાર થાય, વેઇટિંગ રૂમની સાથે જેવો વ્યવહાર થાય એવો વ્યવહાર આપણે જીવન સાથે કરીએ છીએ. વેઇટિંગ રૂમમાં ઘડીભર થોભવાનું, થોડી વારમાં તો તે છોડી જતાં રહેવાનું છે. તો એ રૂમનું પ્રયોજન શું, તેનો અર્થ શો? ઘડીભર રોકાનાર ત્યાં મગફળીનાં ફોતરાં ફેંકે, પાનની પિચકારી મારે, રૂમને ગંદો કરે અને વિચારે કે મારે શી લેવાદેવા? મારે ઘડીભર પછી તો ચાલતા થવાનું છે. જીવન સાથે પણ આવો જ વ્યવહાર આપણે કરીએ છીએ. જયાંથી થોડી વારમાં ચાલ્યા જવાનું છે, ત્યાં સત્યની શોધ અને સૌંદર્યના નિર્માણની શી જરૂર? પરંતુ મારે તમને કહેવુ છે કે જિંદગી છોડીને જવાનું જરૂર છે, પણ જે હકીકતની જિંદગી છે, તેને છોડવાનો કોઈ ઉપાય નથી. આપણે આ ઘર છોડી દઇશું, આ સ્થાન છોડી દઈશું, પણ જિંદગી? તે આપણી સાથે જ રહેશે. તેને બદલવાનો કોઈ ઉપાય નથી. સવાલ એ નથી કે જયાં આપણે ઘડીભર થોભ્યા, તે જગ્યા સુંદર બનાવી, ત્યાં પ્રેમની હવા જન્માવી, આનંદનાં ગીત ગાયાં. સવાલ તો એ છે કે જેણે આનંદનાં ગીત ગાયાં તેણે પોતાની અંદર આનંદની એવી જ વિશાળ સંભાવનાનાં દ્વાર ખોલી નાખ્યાં. જેણે મકાનને સુંદર બનાવ્યું તેણે મહાન સૌંદર્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. જેણે વેઇટિંગ રૂમમાં બે ક્ષણો પ્રેમથી પસાર કરી, તેણે વ્યાપક પ્રેમને મેળવવાની યોગ્યતા મેળવી લીધી. આપણે જે કંઇ કહીએ છીએ, તેનાથી જ આપણું નિર્માણ થાય છે. આપણું કહેલું જ ધીમે ધીમે આપણા પ્રાણ અને આત્માનું નિર્માણ કરનારું બની રહે છે. જીવનની સાથે આપણો વ્યવહાર કેવો છે, તેના ઉપર નિર્માણનો આધાર છે
Wednesday, 07 July 2004 | 4403 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Saint Sermon
વેદી ઉપર નૈવેદ્ય ધરાવતાં તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કોઈ ફરિયાદ છે, તો તારું નૈવેદ્ય વેદી આગળ પડતું મૂકીને જજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે, પછી આવીને નૈવેદ્ય ધરાવજે.   કોઈનો ન્યાય તોળશો નહીં, જેથી તમારો પણ ન્યાય નહીં તોળાય. જેવો ન્યાય તમે તોળશો તેવો જ ન્યાય તમારો પણ તોળાશે. તમે જે માપે માપશો, એ જ માપે તમને પણ માપવામાં આવશે. અમે શું ખાઈશું, શું પીશું એમ તમારા જીવનની ચિંતા ન કરશો. આકાશમાંનાં પંખીઓ જુઓ. તેઓ નથી વાવતાં, નથી લણતાં કે નથી કોઠારમાં ભેગું કરતાં, છતાં પરમપિતા તેમને ખાવાનું આપે છે. જે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જવાનું છે એવા વગડાના ઘાસને પણ ઈશ્વર આટલું સજાવે છે તો તમને એથીયે રૂડી રીતે સજાવશે, એમાં શંકા શી ?   આંખ દેહનો દીવો છે. જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે.   માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલશે. કારણ, જે માગે તેને મળે છે, જે શોધે તેને જડે છે, જે ખખડાવે તેને માટે બારણાં ખૂલે છે. તમારામાં એવો કોણ છે, જે પુત્ર રોટી માગે તો પથ્થર આપે ? તમે ખરાબ હોવા છતાં તમારાં બાળકોને સારી વસ્તુ આપવાનું જાણો છો, તો પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ જ આપે એમાં શંકા શી ?   તમે સાંકડા દરવાજેથી દાખલ થજો, કારણ કે વિનાશ તરફ જતો માર્ગ પહોળો છે, તેનો દરવાજો મોટો છે અને ત્યાં જનારા ઘણા છે; પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે, તેનો દરવાજો નાનો છે અને તેને શોધી કાઢનાર ઓછા છે.     જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને ન થવા દઈશ  
Wednesday, 07 July 2004 | 3349 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Saint Sermon
માણસનું જીવન અનેક સંસ્કારોથી ભરેલું હોય છે. આપણે હાથે અસંખ્ય ક્રિયાઓ થયા કરે છે. તેનો હિસાબ માંડવા બેસીએ તો અંત ન આવે. સ્થૂળ પ્રમાણમાં માત્ર ચોવીસ કલાકની ક્રિયાઓ લઈએ તો કેટલીયે જોવાની મળશે. ખાવું પીવું, બેસવું ઊંઘવું, ચાલવું, ફરવા જવું, કામ કરવું, લખવું, બોલવું, વાંચવું અને આ ઉપરાંત તરેહતરેહનાં સ્વપ્નાં, રાગદ્વેષ, માનાપમાન, સુખદુ:ખ એમ ક્રિયાના અનેક પ્રકાર આપણને જોવાના મળશે. મન પર એ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા કરે છે. એથી જીવન એટલે શું એવો કોઈ સવાલ કરે તો જીવન એટલે સંસ્કારસંચય એવી વ્યાખ્યા હું કરું. સંસ્કાર સારા-નરસા હોય છે. બંનેની માણસના જીવન પર અસર થયેલી હોય છે. બચપણની ક્રિયાઓનું તો સ્મરણ જ રહેતું નથી. પાટી પરનું લખાણ ભૂંસી નાખ્યું હોય તેવું આખા બચપણનું થઈ જાય છે. પૂર્વજન્મના સંસ્કારો તો છેક સાફ ભૂંસાઈ ગયેલા હોય છે; અને તે એટલે સુધી કે પૂર્વજન્મ હતો કે નહીં તેની પણ શંકા થઈ શકે છે. આ જન્મનું નાનપણ યાદ આવતું નથી તો પૂર્વજન્મની વાત શું કામ કરવી ? પણ પૂર્વજન્મની વાત રહેવા દઈએ. આપણે આ જન્મનો જ વિચાર કરીએ. આપણી જેટલી ક્રિયાઓ ધ્યાનમાં રહે છે તેટલી જ થઈ છે એવુંયે નથી. અનેક ક્રિયાઓ અને અનેક જ્ઞાન થતાં રહે છે પણ એ ક્રિયાઓ ને એ બધાં જ્ઞાનો મરી પરવારે છે ને છેવટે થોડા સંસ્કાર માત્ર બાકી રહી જાય છે. રાત્રે સૂતી વખતે આપણે દિવસ દરમિયાનની બધી ક્રિયાઓ યાદ કરવા જઈએ તોયે પૂરી યાદ આવતી નથી. કઈ યાદ આવે છે ? જે કૃતિઓ બહાર તરી આવનારી હોય તે જ નજર સામે રહે છે. ખૂબ તકરાર કરી હોય તો તે જ યાદ આવ્યા કરે છે. તે દિવસની તે જ મુખ્ય કમાણી. બહાર તરી આવતી મોટી મોટી વાતોના સંસ્કારની છાપ મનમાં ઊંડી ઊતરી જાય છે. મુખ્ય ક્રિયા યાદ આવે છે, બાકીની ઝાંખી પડી જાય છે.   રોજનીશી લખતા હોઈએ તો આપણે રોજ બેચાર મહત્વની બાબતો નોંધીશું. દરેક દિવસના આવા સંસ્કારો લઈ એક અઠવાડિયાનું તારણ કાઢીશું તો એમાંથીયે ગળી જઈને અઠવાડિયા દરમિયાનની થોડી બહાર તરી આવતી મોટી મોટી વાતો બાકી રહી જશે. પછી મહિનામાં આપણે શું શું કર્યું તે જોવા બેસીશું તો આખા મહિનામાં બનેલી જે મહત્વની વાતો હશે તેટલી જ નજર સામે આવશે. આમ પછી છ મહિનાનું, વરસનું, પાંચ વરસનું, યાદ કરતાં કરતાં તારણરૂપે બહુ થોડી મહત્વની વાતો ધ્યાનમાં રહે છે. અને તેમના સંસ્કાર બને છે. અસંખ્ય ક્રિયાઓ અને અનંત જ્ઞાનો થયાં છતાં છેવટે મનની પાસે બહુ થોડી સિલક બાકી રહેતી જણાય છે. જે તે કર્મો ને જે તે જ્ઞાન આવ્યાં અને પોતાનું કામ પતાવી મરી ગયાં. બધાં કર્મોના મળીને પાંચદસ દઢ સંસ્કાર જેમ તેમ સિલક રહે છે. આ સંસ્કારો એ જ આપણી મૂડી. જીવનનો વેપાર ખેડી જે કમાણી કરી તે આ સંસ્કાર-સંપત્તિની છે. એકાદ વેપારી જેમ રોજનું, મહિનાનું ને આખા વરસનું નામું માંડી છેવટે આટલો નફો થયો કે આટલી ખોટ ગઈ એવો આંકડો તારવે છે તેવું જ આબેહૂબ જીવનનું છે. અનેક સંસ્કારોની સરવાળા-બાદબાકી થતાં થતાં તદ્દન ચોખ્ખુંચટ અને માપસરનું કંઈક સિલક રહે છે. જીવનની છેલ્લી ક્ષણ આવે છે ત્યારે આત્મા જીવનની સિલક યાદ કરવા માંડે છે. આખા જન્મારામાં શું કર્યું તે યાદ કરતાં તેને કરેલી કમાણી બેચાર વાતોમાં દેખાય છે. આનો અર્થ એવો નથી કે જે તે કર્મો ને જ્ઞાનો ફોગટ ગયાં. તેમનું કામ પતી ગયેલું હોય છે. હજારો રૂપિયાની ઊથલપાથલ કર્યા બાદ આખરે વેપારીની પાસે પાંચ હજારની ખોટ કે દસ હજારનો નફો એટલો જ સાર રહે છે. ખોટ ગઈ હોય તો તેની છાતી બેસી જાય છે. અને નફો થયો હોય તો આનંદથી ફૂલે છે. આપણું એવું જ છે. મરણ વખતે ખાવાની ચીજ પર વાસના જઈ બેઠી તો આખી જિંદગી સ્વાદ કરવાનો અભ્યાસ કર્યો છે એમ સાબિત થાય. અન્નની વાસના એ જીવનની કરેલી કમાણી થઈ. કોઈક માને મરતી વખતે છોકરાની યાદ આવે તો તે પુત્ર વિષેનો સંસ્કાર જ જોરાવર સાબિત થયો જાણવો. બાકીનાં અસંખ્ય કર્મો ગૌણ થઈ ગયાં. અંકગણિતમાં અપૂર્ણાંકનો દાખલો હોય છે. તેમાં કેવા મોટા મોટા આંકડા ! પણ સંક્ષેપ કરતાં કરતાં છેવટે એક અથવા શૂન્ય જવાબ મળે છે. તે પ્રમાણે જીવનમાં સંસ્કારોના અનેક આંકડા જતા રહી આખરે જોરાવર એવો એક સંસ્કાર સારરૂપે બાકી રહે છે. જીવનના દાખલાનો એ જવાબ જાણવો. અંતકાળનું સ્મરણ આખા જીવનનું ફલિત છે.   જીવનનો એ છેવટનો સાર મધુર નીવડે, એ છેવટની ઘડી રૂડી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેનો અંત રૂડો તેને સઘળું રૂડું. એ છેવટના જવાબ પર ધ્યાન રાખી જીવનનો દાખલો કરો. એ ધ્યેય નજર સામે રાખી જીવનની યોજના કરો. દાખલો કરતી વખતે જે ખાસ સવાલ પૂછવામાં આવેલો હોય છે તે નજર સામે રાખીને તે કરવો પડે છે. તે પ્રમાણેની રીત અજમાવવી પડે છે. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળો. તેના તરફ રાત અને દિવસ મનનું વલણ રાખો. જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમ જ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરાવર ઠરે છે. એ ભાથું બાંધીને જીવ આગળની યાત્રાને માટે નીકળે છે. આજના દિવસની કમાણી લઈને ઊંઘી ઊઠ્યા પછી કાલના દિવસની આપણે શરૂઆત કરીએ છીએ. તે જ પ્રમાણે આ જન્મે મેળવેલું ભાથું બાંધીને મરણની મોટી ઊંઘમાંથી ઊઠ્યા પછી ફરી પાછી આપણી યાત્રા શરૂ થાય છે. આ જન્મનો અંત તે આગળના જન્મની શરૂઆત બને છે. એથી હંમેશ મરણનું સ્મરણ રાખીને જીવનનો વહેવાર કરો. પણ મરણનું સ્મરણ માણસ હંમેશ ટાળતો ફરે છે. પાસ્કલ નામનો એક ફ્રેંચ ફિલસૂફ થઈ ગયો છે. તેનું ‘પાંસે’ નામનું એક પુસ્તક છે. ‘પાંસે’ એટલે વિચાર. જુદા જુદા સ્ફુટ વિચારો એ પુસ્તકમાં તેણે રજૂ કર્યા છે. તેમાં તે એક ઠેકાણે લખે છે : ‘મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે પણ મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે. મૃત્યુને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.’ માણસથી ‘મરણ’ શબ્દ સુદ્ધાં સહેવાતો નથી. જમતી વખતે કોઈ મરણ શબ્દનો ઉચ્ચાર કરે તો કહે છે : ‘અરે ! કેવું અભદ્ર બોલે છે !’ પણ તેમ છતાં, મરણ તરફની મજલ હરેક પગલે અચૂક કપાતી જાય છે. મુંબઈની ટિકિટ કપાવીને એક વાર રેલગાડીમાં બેઠા પછી તમે બેઠા રહેશો તો પણ ગાડી તમને મુંબઈમાં લઈ જઈને નાખશે. આપણે જન્મ્યા ત્યારથી જ મરણની ટિકિટ કપાવેલી છે. તમારે જોઈએ તો બેસો કે દોડો. બેઠા રહેશો તો પણ મૃત્યુ છે, દોડશો તો પણ મૃત્યુ છે. તમે મરણના વિચારને પકડી રાખો કે છોડી દો પણ તે ટળ્યો ટળતો નથી. બીજું બધું કદાચ અનિશ્ચિત હોય પણ મરણ નિશ્ચિત છે. સૂર્ય અસ્ત પામે છે તેની સાથે માણસના આવરદાનો એક કકડો ખાતો જાય છે. જીવનના ટુકડા એક પછી એક કરડાતા જાય છે. આવરદા ઘસાતી જાય છે, ઘટતી જાય છે તો પણ માણસને તેનો વિચાર આવતો નથી. જ્ઞાનદેવ કહે છે કે કૌતુક દેખાય છે. માણસને આટલી નિરાંત ક્યાંથી રહે છે એ વાતનું જ્ઞાનદેવને આશ્ચર્ય થાય છે. મરણનો વિચાર સુદ્ધાં સહન ન થાય એટલી હદ સુધી માણસને મરણનો ડર લાગે છે. એ વિચારને તે ટાળતો ફરે છે. જાણીબૂજીને તે આંખ મીંચી જાય છે. મૃત્યુને વીસરી જવાનો આવો આ પ્રયાસ સર્વત્ર રાત અને દિવસ જાણીબૂજીને ચલાવાય છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે ? કાલે મા મરી ગઈ એટલે મૃત્યુ સામું આવીને ડોળા ઘુરકાવતું ઊભું જાણો. નિર્ભયપણે મરણનો વિચાર કરી તેનો તોડ કાઢવાની માણસ હિંમત કરતો જ નથી. હરણની પાછળ વાઘ પડ્યો છે. હરણું ચપળ છે. તેનું જોર ઓછું પડે છે. તે આખરે થાકી જાય છે. પાછળ પેલો વાઘ, પેલું મરણ આવતું હોય છે. તે ક્ષણે તે હરણની કેવી સ્થિતિ થાય છે ? વાઘ તરફ તેનાથી જોઈ શકાતું નથી. જમીનમાં મોં ને શિંગડાં ખોસી તે આંખ મીંચીને ઊભું રહે છે. ‘આવ ભાઈ ને માર હવે ઝડપ’ એમ જાણે કે તે નિરાધાર થઈને કહે છે. આપણે મરણને સામું જોઈ શકતા નથી. તેને ચૂકવવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે છેવટે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. અને મરણ આવે છે એટલે માણસ જીવનની સિલક તપાસવા બેસે છે. પરીક્ષામાં બેઠેલો આળસુ ઠોઠ વિદ્યાર્થી ખડિયામાં કલમ બોળે છે ને બહાર કાઢે છે. પણ ધોળા ઉપર કાળું થવા દે તો શરત. અલ્યા, થોડુંયે લખીશ કે નહીં ? કે પછી સરસ્વતી આવીને બધું લખી જવાની છે ? આમ ને આમ, ત્રણ કલાક પૂરા થઈ જાય છે. તે કોરો પેપર આપી આવે છે. અથવા છેવટે કંઈકનું કંઈક ચીતરી મારે છે. સવાલના જવાબ લખવાના છે. એનો કશો વિચાર નથી. આમ જુએ છે ને તેમ જુએ છે. એવું જ આપણું છે. જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખી તે છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, રૂડી કેવી રીતે થાય તેનો અભ્યાસ આયુષ્યભર રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે એનો વિચાર આજથી જ થવો જોઈએ. પણ સારા સંસ્કારનો અભ્યાસ કોને કરવો છે ? બૂરી વાતોનો મહાવરો માત્ર ડગલે ને પગલે થયા કરે છે. જીભ, આંખ, કાન એને આપણે સ્વાદ લગાડી લગાડી બહેકાવી મૂકીએ છીએ. પણ ચિત્તને જુદો મહાવરો પાડવો જોઈએ. સારી વાતો તરફ ચિત્તને દોરવું જોઈએ, તેનો તેને રંગ લગાડવો જોઈએ. જે ક્ષણે સમજાય કે આપણી ભૂલ થાય છે તે જ ક્ષણથી સુધારો કરવા મંડી પડવું જોઈએ. ભૂલ જણાય છતાંયે તે પાછી કર્યા કરવી ? જે ક્ષણે ભૂલ સમજાય તે ક્ષણ પુનર્જન્મની ગણો. તે તારું નવું બાળપણ. તે તારા જીવનની બીજી નવી સવાર છે એમ સમજ. હવે તું ખરો જાગ્યો. હવે રાત ને દિવસ જીવનનું પરીક્ષણ કર, સંભાળીને ચાલ. એમ નહીં કરે તો પડીને પાછો અફળાઈશ, પાછો બૂરાનો અભ્યાસ ચાલુ થઈ જશે. ઘણાં વરસ પહેલાં હું મારી દાદીને મળવા ગયો હતો. તે ખૂબ ઘરડી થઈ ગઈ હતી. તે મને કહે, ‘વિન્યા હમણાંનું કશું યાદ નથી રહેતું. ઘીનું વાસણ લેવાને જાઉં છું પણ લીધા વગર જ પાછી આવું છું.’ પણ પચાસ વરસ પહેલાંની દાગીનાની એક વાત તે મને કહ્યા કરે. પાંચ મિનિટ પહેલાંનું યાદ રહેતું નથી પણ પચાસ વરસ પહેલાંનો જોરાવર સંસ્કાર છેવટ સુધી જાગતો સતેજ રહે છે. એનું કારણ શું ? પેલી દાગીનાની વાત ત્યાર સુધીમાં તેણે હરેક જણને કરી હશે. તે વાતનો કાયમ ઉચ્ચાર ચાલુ રહ્યો હતો. તે વાત જીવનને ચોંટી ગઈ. જીવન સાથે એકરૂપ થઈ ગઈ. મેં મનમાં કહ્યું : ‘ઈશ્વર કરે ને મરણ વખતે દાદીને દાગીના યાદ ન આવે એટલે થયું.’  
Monday, 12 April 2004 | 2998 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Saint Sermon
ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા સાધવા માટે કેટલાંક બાહ્ય સાધનો અને બાહ્ય અનુકૂળ પરિસ્થિતિનો આશરો લેવાય છે. ક્યાંક સંગીત રાખે છે, ક્યાંક જ્યોતિ રાખે છે, ક્યાંક ધૂપ-દીપ રાખે છે. આ બધું એકાગ્રતા સાધવા માટે અનુકૂળ છે. એવી જ રીતે ધ્યાન માટે સૌથી અનુકૂળ સમય પ્રાત:કાળ છે. તે અનુપમ છે, જાણે તે સત્વ ગુણનો જ પ્રતીક છે, અંધકાર ચાલ્યો ગયો છે, પ્રકાશ હજી આવ્યો નથી. દિવસ રજોગુણનો પ્રતિનિધિ છે અને રાત તમોગુણની. તે બંનેનો સંધિકાળ સત્વગુણનો, આત્માના સમત્વનો, પ્રશાંતતાનો પ્રતિનિધિ છે. તે સમય ચિત્તની એકાગ્રતા સાધવા માટે બહુ ઉપયોગી છે. ધ્યાન માટે તે સમયનો ઉપયોગ કરી લેવાનું નિ:સંશય શ્રેયસ્કર છે. આમ, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા અવશ્ય અપેક્ષિત છે. આસપાસનું વાતાવરણ અશાંત હોય, પરિસ્થિતિ ઘણી પ્રતિકૂળ હોય, તો ધ્યાન માટે જોઈતી ચિત્તની એકાગ્રતા સધાશે નહીં. આપણે ધ્યાન કરવા બેઠા અને નજીકમાં કૂતરાં ભસતાં હોય તો ધ્યાન વિચલિત થઈ જશે. એટલા માટે ધ્યાન કરવા સારું એવું સ્થાન હોય, જ્યાં કોઈ જાતની ગરબડ ન હોય. એકાગ્રતા સાધવા માટે કેટલાકને એકાંત જોઈએ. તો, જરૂર જણાય તો ધ્યાન માટે એકાંતમાં પણ જઈ શકાય.   ટૂંકમાં, બાહ્યસાધનોની તેમજ બાહ્ય પરિસ્થિતિથી ધ્યાનમાં મદદ મળતી હોય છે. તેથી ધ્યાન માટે તેનો ઉપયોગ કરી લેવામાં કંઈ ખોટું નથી. પરંતુ સાથોસાથ આની મર્યાદાયે સમજી લેવી ઘટે. ચિત્તને બહારથી ટેકો આપીને, સહારો દઈને ખડું કરવું એક વાત છે, અને દીવાલની માફક તેનું આપોઆપ સીધું ટટ્ટાર ઊભું રહેવું બીજી વાત છે. એટલે કે બાહ્ય સાધનો અને બાહ્ય પરિસ્થિતિની મદદ વિનાયે ચિત્ત એકાગ્ર થઈ શકે કે ? આના પ્રયોગો થવા જોઈએ. મને લાગે છે કે બાહ્ય સાધનો ને બાહ્ય પરિસ્થિતિનું અવલંબન ઓછું થતું જવું જોઈએ. જેમ બદબૂ આપણને ન ખપે, તેમ ખુશબૂ પણ ન ખપે. સામાન્ય રીતે લોકોનું નાક ખુશબૂ અંગે ફરિયાદ નથી કરતું. કેવળ બદબૂ અંગે જ ફરિયાદ કરે છે. પરંતુ મારું નાક એવું બન્યું છે કે તે ખુશબૂનીયે ફરિયાદ કરે છે ! નાકમાં જ્યારે સુગંધ જાય છે ત્યારે તેની અસરથી દિમાગ શૂન્ય બને છે. ક્લૉરોફોર્મ આખરે શું છે ? એક પ્રકારની ગંધ જ છે. તે મગજને શૂન્ય બનાવી દે છે. તો, સુગંધ એક પ્રકારનું કલૉરોફોર્મ છે. સારી કે ખરાબ, કોઈ પણ પ્રકારની ગંધથી મગજની વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે. તેથી ખરું જોતાં, આપણને બદબૂયે ન જોઈએ અને ખુશબૂયે ન જોઈએ. દિમાગમાં તાજગી ત્યારે આવે છે, જ્યારે વાતાવરણ બિલકુલ સાફ હોય. મતલબ કે, બાહ્ય સાધનની મદદ વિનાયે ચિત્તની એકાગ્રતા સધાવી જોઈએ. નાના બાળકનું મન સહજ એકાગ્ર થઈ જાય છે, ધ્યાનસ્થ થઈ જાય છે. હા, તેનું દિમાગ હજી કમજોર હોવાને કારણે તેનું ધ્યાન વધુ વખત ટકતું નથી. પરંતુ એકાગ્રતા તેના માટે બહુ સહજ છે. આનું કારણ છે, ચિત્તમાં મેલ ન હોવો. બાળકનું ચિત્ત નિર્મળ હોય છે, એટલે તેને ધ્યાન સહજ સધાય છે. માટે ચિત્ત-શુદ્ધિ જ સ્થાયી એકાગ્રતાનું મુખ્ય અને પ્રત્યક્ષ સાધન છે. બીજા બધા કોરા બાહ્ય ઉપાયો છે. જ્યાં સુધી ચિત્તમાં વાસનાઓ ભરી છે, ત્યાં સુધી કેવળ બાહ્ય સાધનોથી એકાગ્રતા કઈ રીતે સધાશે ? હા, સવારનો સમય હોય, ઊંઘ પૂરી થઈ ગઈ હોય, ચિત્ત તાજું હોય, આસન પર ટટ્ટાર બેઠા હોઈએ, ધ્યાન માટે કોઈક શ્લોક કે નામ ગણગણતા હોઈએ, કોઈક મૂર્તિ, ચિત્ર કે જ્યોતિ આંખની સામે હોય, શાંત સંગીતના સુમધુર સ્વર સંભળાતા હોય – ત્યારે આટલી બધી બાહ્ય અનુકૂળતા પછી કદાચ પાંચ-દસ મિનિટ એકાગ્રતા સધાય તો સધાય. પણ તે એકાગ્રતા બાહ્ય સાધનોથી આવી હોય છે, એટલે બહુ લાંબી ટકતી નથી. થવું તો એમ જોઈએ કે બાહ્ય સાધનોની જરૂર જ ન રહે, અને એકાગ્રતા સહજ સધાય. ચિત્ત કોઈ બાહ્ય ટેકા વિના આપોઆપ પોતાના બળ ઉપર સીધું ખડું રહે.   જ્યારે ચિત્ત શુદ્ધ થઈ જાય છે, નિર્વિકાર બની જાય છે, ત્યારે આવું બની શકે છે. પતંજલિએ પણ આવો જ સંકેત કર્યો છે. એમની ભાષામાં કહીએ તો, ધ્યાનયોગને યમ-નિયમનો આધાર આવશ્યક છે. યમ-નિયમ એ આખરે ચિત્તશુદ્ધિની સાધના જ છે. જ્યારે ચિત્તશુદ્ધિ થઈ જાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પછી ચિત્તને સ્થિર કરવાની કે એકાગ્ર કરવાની ચિંતા કરવી પડતી નથી. ‘પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે.’ ચિત્તની પૂરી શક્તિ પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં લગાવો ! લોકો ચિત્તને સ્થિર કરવા માટે જાતજાતના પ્રયત્ન કરે છે, આંખો બંધ કરે છે, કમર એકદમ ટટ્ટાર કરીને બેસે છે, તેમ છતાં ચિત્તની સ્થિરતા સધાતી નથી. ચિત્ત તો ચારે કોર દોડતું રહે છે. ગીતા કહે છે કે ચિત્તને પ્રસન્ન કરો, તો એકાગ્રતા સાધવામાં મુશ્કેલી નહીં પડે. સૌથી પહેલાં ચિત્તને નિર્મળ કરો, શુદ્ધ કરો, તો તે પોતાની મેળે શૂન્યમાં જશે અને એકાગ્ર થશે. આમ, પૂરી ધ્યાન-પ્રક્રિયા જ કપાઈ ગઈ ! ગીતામાં ધ્યાન-પ્રક્રિયાનો પત્તો જ નથી. આવી જ એક બીજી યુક્તિ પણ છે. પોતાના મનની અનેક ઈચ્છાઓની તુલના કરીને જુઓ કે તેમાંથી સૌથી પ્રબળ ઈચ્છા કઈ છે. પછી બાકીની ઈચ્છાઓ છોડીને તે જ એક ઈચ્છાની ધૂન લાગવા દો ! તેમાં જ તમારું ચિત્ત એકાગ્ર કરી દો ! આવી રીતે પોતાની મુખ્ય ઈચ્છાને પ્રમાણ માનીને તેના અનુસાર પોતાનું આખું જીવન ગોઠવવું. અને ઈચ્છાઓને દૂર કરીને એક જ ઈચ્છા પર કેન્દ્રિત થાઓ, અને પછી તેનેય છોડી દો. એકાગ્રતા સધાઈ જાય, પછી તે ઈચ્છાનોય ત્યાગ કરીને મુક્ત થઈ જવું. આવી પણ ધ્યાનયોગની એક યુક્તિ છે. જો કે છેવટે એક વાત સમજી લેવા જેવી છે કે, ધ્યાન એ કોઈ જીવનથી અલાયદી વસ્તુ નથી. ધ્યાન જીવન સાથે સંકળાયેલું છે. તમારા જીવનની અસર ધ્યાન ઉપર પણ પડશે જ. ધ્યાનમાં સ્થિરતા ને એકાગ્રતા ત્યારે આવશે, જ્યારે તમારા જીવનમાં સ્થિરતા ને એકાગ્રતા રહેશે. બહારનો અપરંપાર સંસાર જો આપણા મનમાં કાયમ ભર્યો પડ્યો હશે, તો ધ્યાનમાં એકાગ્રતા સાધવાનું શક્ય નહીં બને. મનની દોટ કાયમ બહારની તરફ રહેશે, તો આપણી જ્ઞાનશક્તિ, આત્મશક્તિ ક્ષુદ્ર બાબતોમાં નષ્ટ થતી રહેશે. માટે મનની બેઠક બદલ્યા વિના ધ્યાન સધાશે નહીં. મનની બેઠક શુદ્ધ હોવી જોઈએ. આ માટે આપણા બધા વ્યવહાર શુદ્ધ હોવા જોઈએ. વ્યવહાર શુદ્ધ કરવા માટે તેના ઉદ્દેશ બદલવા જોઈએ. આપણા બધા વ્યવહારો જો માત્ર વ્યક્તિગત લાભ માટે, વાસના-તૃપ્તિ માટે, અથવા બાહ્ય બાબતો માટેના જ રહ્યા કરશે, તો વ્યવહાર-શુદ્ધિ ને જીવન-શુદ્ધિ થશે નહીં, અને તે ધ્યાનમાં એકાગ્રતા સાધવામાં નડતરરૂપ બનશે. આ ઉપરાંત જરૂરી છે, જીવનની પરિમિતતા. આપણું બધું કામ નિયમિત, વ્યવસ્થિત ને માપ-તોલ મુજબ થવું જોઈએ. ગણિત આપણી બધી ક્રિયાઓમાંયે આવવું જોઈએ. ઔષધિ જેમ બરાબર ઉચિત માત્રામાં લેવાય છે, તેમ જ આહાર-નિદ્રાનુંયે હોવું જોઈએ. પ્રત્યેક ઈન્દ્રિય આપણ કાબૂમાં હોય. જીવનમાં નિયમન અને પરિમિતતા આવે. ખરાબ ચીજ ન જોઈએ. ખરાબ પુસ્તક ન વાંચીએ. નિંદાસ્તુતિને કાન ન દઈએ. દોષવાળી વસ્તુ તો ઠીક, નિર્દોષ વસ્તુનુંયે જરૂર કરતાં વધારે સેવન ન કરીએ. જીભનો સ્વેચ્છાચાર ન ચલાવી લઈએ. નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહે છે. આની સાથે જ જીવનમાં સમદષ્ટિ હોવી જોઈએ. વિશ્વ તરફ જોવાની ઉદાર દષ્ટિ, શુભ દષ્ટિ. શુભ દષ્ટિ કેળવ્યા વિના એકાગ્ર નહીં થઈ શકાય. આ સમસ્ત સૃષ્ટિ મંગલમય લાગવી જોઈએ. જેમ મને મારી જાત પર વિશ્વાસ છે, તેમ જ આખી સૃષ્ટિ પર મને વિશ્વાસ હોય. ‘વિશ્વં તદ ભદ્રં યદવન્તિ દેવા:’ – આ વિશ્વ મંગલ છે, કેમ કે પરમેશ્વર તેની સારસંભાળ રાખે છે. અંગ્રેજ કવિ બ્રાઉનિંગે પણ આવું જ કહ્યું છે : ‘ઈશ્વર આકાશમાં વિરાજમાન છે, અને વિશ્વ આખું બરાબર જ ચાલી રહ્યું છે.’ આપણા મનમાં જો એવો નિશ્ચય નહીં હોય કે આ સૃષ્ટિ શુભ છે, તો ચિત્તની એકાગ્રતામાં ખલેલ પહોંચશે. જ્યાં સુધી હું એમ માનતો રહીશ કે સૃષ્ટિ બગડેલી છે, ત્યાં સુધી હું ચારે કોર શંકાશીલ દષ્ટિએ જ જોતો રહીશ. અને તો મારી એકાગ્રતા નહીં સધાય. સર્વત્ર માંગલ્ય જોવાની ટેવ પાડશો, તો ચિત્ત આપોઆપ શાંત થતું જશે. માટે સમદષ્ટિની ભાવના ઘૂંટતા રહેવી, એ એકાગ્રતા ને ધ્યાન માટેનો ઉત્તમ ઉપાય છે. આમ, ધ્યાનમાં બાહ્ય સાધનો ને સંકેતો ને અવલંબનો ઉપયોગી થશે ખરાં, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતાયે તેમાં મદદરૂપ થશે; પરંતુ જીવનની શુદ્ધતા, જીવનની પરિમિતતા, જીવન તેમજ વિશ્વ તરફ જોવાની સમદષ્ટિ, શુભ દષ્ટિ ધ્યાનયોગની સાધનામાં સૌથી મહત્વનો ભાગ ભજવશે. માટે કોઈ મને પૂછે કે, ધ્યાન માટે સૌથી પહેલાં શું કરવું જોઈએ ? તો હું કહીશ કે, મહેનત-મજૂરી અને ભગવાનની પ્રાર્થના. કોઈ પૂછે કે, ધ્યાનનું લક્ષ્ય શું ? તો હું કહીશ કે ચિત્તશુદ્ધિ. ચિત્તમાં કોઈ વિકાર ન રહે, એ ધ્યાનનો હેતુ છે, ધ્યાનનું ધ્યેય છે. સાચું ધ્યાન કોને કહેવું ? મારે મન સાચું ધ્યાન એટલે ચિત્તની શાંતિ. ચિત્ત પ્રક્ષુબ્ધ ન હોય, ચિત્ત પ્રશાંત બની જાય, ત્યારે ધ્યાન સધાયું, તેમ કહેવાય.  
Wednesday, 07 July 2004 | 4207 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Saint Sermon
તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં; તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત? જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ. અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા; ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી. (ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં ) દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય. (પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ ) સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું; વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં. જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા. (સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.) આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ. કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક. ( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ ) અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે  
Wednesday, 12 May 2004 | 7902 hits | Print | PDF |  E-mail | Report
ગુજરાતી લેખ/Saint Sermon
સારગ્રાહી દષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે. બચપણથી એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારું થાય ! આ વિષય પચાવવા જેવો છે, આ દષ્ટિ સ્વીકારવા જેવી, કેળવવા લાયક છે. ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મવિદ્યાનો જીવનના વહેવાર સાથે કશો સંબંધ નથી. અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તોયે હોવો ન જોઈએ. દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય. એ કેળવણીના ક્ષેત્રની બાબત છે. અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડ્યા કરે છે. ‘કેવળ દેહરૂપ હું છું’ એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી. દેહને જ બધાંયે લાડ લડાવવામાં આવે છે. આટલાં આટલાં લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવું જોઈએ તે ક્યાંયે જોવાનું નથી મળતું તે નથી જ મળતું. દેહની આજે આવી ફોગટ પૂજા ચાલી રહેલી છે. આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાયે નથી. કેળવણીને લીધે એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે. દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાતદહાડો કરવામાં આવે છે. છેક નાનપણથી આ દેહદેવની પૂજાઅર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે. પગને સહેજ ક્યાંક ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે, છોકરાંઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાનીયે જરૂર લાગતી નથી. જરા છોલાય તો તેની તે ફિકર કરતાં નથી; અરે, તેની તેમને ખબર સરખી રહેતી નથી. પણ છોકરાંના જે વાલી હોય છે, પાલક હોય છે તેમને એટલાથી ચાલતું નથી. વાલી છોકરાને પાસે બોલાવીને કહેશે, ‘ભાઈ, કેમ છે ? કેટલું વાગ્યું ? અરે, બહુ વાગ્યું લાગે છે ! લોહી નીકળ્યું, ખરું !’ આવી શરૂઆત કરીને તે છોકરો રડતો નહીં હોય તોયે તેને રડાવશે. ન રડનારા છોકરાને રડાવવાનાં આ જે લક્ષણો છે તેને માટે શું કહેવું ? કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, છોલાશે, એવું એક બાજુનું, ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે.   છોકરાંની કદર કરવાની હોય તો તે પણ તેના દેહની બાજુ પૂરતી જ થાય છે. તેની નિંદા કરવાની હોય તો પણ તે જ, દેહની બાજુની જ. ‘કેમ અલ્યા લીંટિયા !’ એવું કહીને તેને વઢે છે. આથી તે બાળકને કેટલો બધો આઘાત થાય છે ! તેના પર કેટલો ખોટો આરોપ મૂકવામાં આવે છે ! તેના નાકમાં લીંટ હોય છે. એ વાત સાચી. અને તે કાઢવું જોઈએ અથવા તેની પાસે કઢાવવું જોઈએ એ વાત પણ સાચી. પણ તે સહેજે સાફ ન કરતાં તેને બદલે એ બાળકને આઘાત લગાડવાનો કેવો ભૂંડો પ્રયોગ કરવામાં આવે છે ! તે બિચારાથી તે સહન થઈ શકતો નથી. તેને ખેદ થાય છે. તે બાળકના અંતરંગમાં, તેના આત્મામાં સ્વચ્છતા, નિર્મળતા ભરેલી હોવા છતાં તે બિચારા પર કેટલો બધો ખોટો, નાહકનો આરોપ ! ખરું જોતાં તે છોકરો લીંટિયો નથી. અત્યંત સુંદર, મધુર, પવિત્ર, પ્રિય એવો જે પરમાત્મા છે તે જ તે છે. તેનો અંશ તેનામાં છે. પણ તેને કહે છે, ‘લીંટિયો !’ એ લીંટની સાથે તેનો એવો શો સંબંધ છે ? તે છોકરાને તે સમજાતુંયે નથી. આવી તેની સ્થિતિ હોવાથી આ આઘાત તેનાથી સહેવાતો નથી. તેના ચિત્તમાં ક્ષોભ પેદા થાય છે. અને ક્ષોભ પેદા થયો એટલે સુધારાની વાત ભૂલી જવી. તેને બરાબર સમજ પાડી સ્વચ્છ કરવો જોઈએ. પણ આથી ઊલટાં કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ. શિક્ષણશાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ. હું જેને શીખવું છું તે સર્વાંગસુંદર છે એવી ગુરુની ભાવના હોવી જોઈએ. દાખલો કરતાં ન આવડે તો છોકરાને મારે છે. તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શો સંબંધ છે ? નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે. તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે ? રક્તનું એ જોરથી થતું અભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરું કે ? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારું છું. આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું. એથી તેનું જીવન ભયની, દહેશતની લાગણી પર ઊભું કરવામાં આવે છે. સાચો સુધારો થવાનો હશે, તો તે આવી જબરજસ્તીથી, દેહાસક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી. આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ.   દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. ‘હું’ જે છું તે આ દેહથી તદ્દન ભિન્ન, અત્યંત સુંદર, ઉજ્જવળ, પવિત્ર, અવ્યંગ એટલે કે ખામી વગરનો એવો છું. પોતાના દોષ સુધારવાને માટે જે કોઈ આત્મપરીક્ષણ કરે છે તે આત્મપરીક્ષણ પણ દેહને પોતાનાથી જુદો પાડીને જ કરે છે. કોઈ તેની ખામી બતાવે તેનો તેને ગુસ્સો આવતો નથી. ગુસ્સો ન કરતાં આ શરીરરૂપી અથવા આ મનરૂપી યંત્રમાં દોષ છે કે શું એનો વિચાર કરી ખામીને તે દૂર કરે છે. જે દેહને પોતાની જાતથી અલગ માનતો નથી તે કદી સુધારો કરી શકતો નથી. આ દેહ, આ ગોળો, આ માટી તે જ હું એવો જેનો ખ્યાલ હશે તે સુધારો કેવી રીતે કરશે ? દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ સુધારો થશે. મારા રેંટિયામાં કોઈ ખામી બતાવે તો હું તેના પર ચિડાઉં ખરો કે ? ખામી હોય તો તે હું દૂર કરું છું. એવું જ આ દેહનું છે. જેવાં ખેતીનાં ઓજારો હોય છે તેવો આ દેહ છે. પરમેશ્વરના ઘરની ખેતી કરવાનું દેહ એક ઓજાર છે. એ ઓજારમાં બગાડો થાય તો તેને સુધારવું જ જોઈએ. દેહ સાધનરૂપે ખડો છે. આ દેહથી અળગા રહીને દોષમાંથી છૂટવાની કોશિશ મારે કરવી જોઈએ. આ દેહરૂપી સાધનથી હું નિરાળો છું. હું સ્વામી છું, માલિક છું. આ દેહ પાસે વૈતરું કરાવનારો, તેની પાસેથી સારામાં સારું કામ લેનારો છું. છેક નાનપણથી દેહથી અળગા થવાની આ વૃત્તિ કેળવવી જોઈએ. રમતથી અળગો રહેનારો ત્રયસ્થ જેમ રમતમાં રહેલી ખામી-ખૂબી બરાબર જોઈ શકે છે તે જ પ્રમાણે દેહ, મન ને બુદ્ધિથી અળગા રહેવાથી આપણને તે બધામાં રહેલા ગુણદોષ સમજાશે. કોઈ માણસ કહે છે : ‘હમણાં મારી યાદદાસ્ત જરા બગડી છે. એનો શો ઈલાજ કરવો ?’ માણસ આવું કહે છે ત્યારે એ સ્મરણશક્તિથી તે જુદો છે એ વાત સ્પષ્ટ થાય છે. તે કહે છે, ‘મારી સ્મરણશક્તિ બગડી છે.’ એટલે કે તેનું કોઈક સાધન, કોઈક હથિયાર બગડેલું હોય છે. કોઈકનો છોકરો ખોવાઈ જાય છે, કોઈકની ચોપડી ખોવાઈ જાય છે; પણ કોઈ જાતે ખોવાઈ જાય એવું બનતું નથી. છેવટે મરણની ઘડીએ પણ તેનો દેહ છેક બગડી જાય છે, નકામો થઈ જાય છે. પણ તે પોતે અંદરથી નામનોયે બગડ્યો હોતો નથી; તે અવ્યંગ હોય છે, નીરોગી હોય છે. આ વાત ખરેખર સમજવા જેવી છે અને એ બરાબર સમજાય તો ઘણીખરી ભાંજગડનો અંત આવે. દેહ એટલે જ હું એવી જે ભાવના બધે ઠેકાણે ફેલાતી રહેલી છે તેને લીધે કશોયે વિચાર ન કરતાં આ દેહને વધારવાને માટે માણસે તરેહતરેહનાં સાધનો નિર્માણ કર્યાં છે. એ જોઈને મનમાં ડર લાગે છે. આ દેહ જૂનો થયો, જીર્ણ થયો હોવા છતાં ગમે તેમ કરીને તેને સાબૂત રાખવો એવું કાયમ માણસને લાગ્યા કરે છે. પણ આ દેહ, આ ઉપરની છાલ, આ કાચલી, ક્યાં સુધી સાચવી રખાશે ? બહુ તો મરીએ ત્યાં સુધી. મરણની ઘડી આવી એટલે એક ક્ષણભર પણ દેહ ટકાવી શકાતો નથી. મરણની સામે માણસની બધી એંટ નકામી થઈ જાય છે. આ તુચ્છ દેહને સારુ તરેહતરેહનાં સાધનો માણસ નિર્માણ કરે છે. આ દેહની તે રાત ને દિવસ ફિકર રાખે છે. હવે તો માણસે કહેવા માંડ્યું છે. કે દેહના બચાવને માટે માંસ ખાવામાં વાંધો નથી. માણસનો આ દેહ જાણે ઘણો કીમતી ! તેને બચાવવાને સારુ માંસ ખાઓ ! જાનવરના શરીરની કિંમત ઓછી. શા સારુ ઓછી ? માણસનો દેહ કીમતી શાથી ઠર્યો ? ક્યાં કારણોસર કીમતી સાબિત થયો ? અરે, આ જાનવરો ફાવે તેને ખાય છે. સ્વાર્થ વગર બીજો કશો વિચાર કરતાં નથી. પણ માણસ તેમ કરતો નથી. માણસ પોતાની આસપાસની સૃષ્ટિનું સંરક્ષણ કરે છે તેથી માણસનો દેહ મૂલ્યવાન છે, તેથી કીમતી છે. પણ જે કારણસર માણસનો દેહ કીમતી સાબિત થાય છે તે જ કારણ તું માંસ ખાઈને ઉડાવી દે છે. અરે ભલા માણસ, તું સંયમથી રહે છે, બધા જીવોને માટે મથામણ કરે છે, સૌ કોઈનું જતન કરવાની, સૌને સંભાળવાની વૃત્તિ તારામાં છે, તેના પર તારી મોટાઈ આધાર રાખે છે. પશુની સરખામણીમાં તારામાં આ જે વિશેષતા છે તેને લીધે જ તું માણસ ચડિયાતો ગણાયો છે. એટલા જ કારણસર મનખાદેહને દુર્લભ કહ્યો છે. પણ જે આધારથી માણસ મોટો ગણાયો છે તે જ આધારને માણસ ઉખેડી નાખવા નીકળે તો તેની મોટાઈની ઈમારત ઊભી કેમ રહેશે ? સામાન્ય જાનવર બીજા જીવોનું માંસ ખાવાની જે ક્રિયા કરે છે તે જ ક્રિયા કરવાને માણસ પણ બેધડક તૈયાર થાય છે ત્યારે તેની મોટાઈનો આધાર ખસેડી લેવા જેવું થાય છે. જે ડાળ પર હું બેઠો હોઉં તેને જ કાપવાની હું કોશિશ કરું તેવું એ થયું. વૈદશાસ્ત્ર તો વળી તરેહતરેહના ચમત્કારો કરતું જાય છે. જાનવરો પર વાઢકાપ કરીને તેમનાં શરીરમાં, એ જીવતાં પશુઓનાં શરીરોમાં રોગનાં જંતુ પેદા કરવામાં આવે છે અને જે તે રોગની શી અસર થાય છે તે એ શાસ્ત્રવાળાઓ તપાસે છે ! જીવતાં જાનવરોના આવા હાલહવાલ કરી, તેમને આમ રિબાવી જે જાણકારી મળે તે આ નકામો દેહ બચાવવાને વપરાય છે. અને આ બધું વળી ભૂતદયાને નામે ચાલે છે ! પેલાં જાનવરોનાં શરીરોમાં રોગનાં જંતુ નિર્માણ કરી, તેની રસી બનાવી, તે કાઢી લઈ માણસોનાં શરીરોમાં મૂકવામાં આવે છે ! આવા તરેહતરેહના ભીષણ પ્રયોગ કરવામાં આવે છે. જે દેહને સારુ આ બધું ચાલે છે તે તો ક્ષણવારમાં ફૂટી જનારા કાચના જેવો છે. એ ક્યારે ફૂટી જશે તેનો જરાયે ભરોસો નથી. માણસના દેહને સંભાળી રાખવાના આ બધા પ્રયાસો છે. પણ છેવટે અનુભવ શો થાય છે ? જેમ જેમ આ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે એવી પ્રતીતિ થાય છે. તે છતાં દેહને વધારવાના માણસોના પ્રયાસો ચાલુ છે. કેવો ખોરાક લેવાથી બુદ્ધિ સાત્વિક થાય એ વાત તરફ કદી ધ્યાન જતું નથી. મન સારું થાય, બુદ્ધિ નિર્મળ રહે તે માટે શું કરવું જોઈએ, શેની મદદ લેવી જોઈએ, એ વાત તરફ માણસ જરાયે જોતો નથી. શરીરનું વજન કેમ વધે એટલી જ વાત તે જુએ છે. પૃથ્વી પરની પેલી માટીને ત્યાંથી ઉપાડી આ શરીર પર કેમ થાપી શકાય, તે માટીના લોચા આ શરીર પર કેમ વળગાવી શકાય એટલી એક જ વાતની તે ફિકર રાખ્યા કરે છે. પણ થાપી થાપીને રાખેલો છાણનો ગોળો સુકાઈને જેમ નીચે પડી જાય છે તે પ્રમાણે શરીર પાછું પહેલાંના જેવું ત્યાનું ત્યાં આવીને ઊભું રહે છે. બહારની માટી શરીર પર વળગાવેલા માટીના લોચા, આ ચરબી પણ આખરે ગળી જાય છે અને આ શરીર પર થાપવાનું અને શરીરનું વજન દેહથી ઝિલાય નહીં એટલું વધારવાનું પ્રયોજન શું ? શરીર આટલું બધું, લચી પડે તેમ વધારવાથી ફાયદો શો ? આ દેહ મારા હાથમાંનું એક સાધન છે. તે સાધનને બરાબર કામ આપે તેવી સારી સ્થિતિમાં રાખવાને જે કંઈ કરવું જરૂરી હોય તે બધું કરવું, યંત્ર પાસેથી કામ કરાવવાનું છે. યંત્રનું કોઈ અભિમાન, ‘યંત્રાભિમાન’ જેવું કંઈ હોય ખરું કે ? તો પછી આ દેહયંત્રની બાબતમાં પણ એવી જ સ્થિતિ શા સારુ ન હોય ? ટૂંકમાં, દેહ સાધ્ય નથી પણ સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. જીવન જુદું જ લાગવા માંડશે. પછી આ દેહને શણગારવામાં તેને મજા નહીં આવે. સાચું જોતાં આ દેહને સાદું કપડું વીંટાળવાનું મળે તો તે પૂરતું છે. પણ ના. એ કપડું સુંવાળું જોઈએ, તેના પર વેલબુટ્ટા ફૂલો ને નકશી જોઈએ. કાપડને એવું બનાવવાને કેટલાય લોકો પાસે હું મજૂરી કરવું છું. એ બધું શા સારું ? દેહના બનાવવાવાળા ઈશ્વરને શું અક્કલ નહોતી ? શરીરને મજાના ચટાપટા, નકશી વગેરેની જરૂર હોત તો વાઘના શરીર પર મૂક્યા છે તેવા ચટાપટા, તેણે તારા શરીર પર પણ ન મૂક્યા હોત કે ? એ તેનાથી બને એવું નહોતું કે ? તેણે મોરને જેવો રંગબેરંગી પીછાંનો કલાપ આપ્યો છે તેવો તને પણ આપ્યો હોત. પણ ઈશ્વરે માણસોને એકરંગી રાખ્યાં છે. તેના પર જરા બીજા રંગનો ડાઘ લાગે તેની સાથે તેનું સૌંદર્ય ઊડી જાય છે. માણસ છે તેવો જ સુંદર છે. માનવદેહને શણગારવો એવો પરમેશ્વરનો ઉદ્દેશ જ નથી. સૃષ્ટિમાં રહેલું સૌંદર્ય શું જેવુંતેવું છે ? એ અસાધારણ સૌંદર્યને નીરખવું એટલું જ માણસનું કામ છે. પણ તે ભુલાવામાં પડ્યો. કહે છે જર્મનીએ અમારો રંગ મારી નાખ્યો. અરે, પહેલાં તારા મનનો રંગ મરી ગયો. પછી તને આ કૃત્રિમ રંગોની હોંશ થવા માંડી. તેમને માટે તું પરાવલંબી થયો. નાહક તું દેહ શણગારવાને છંદે ચડ્યો. મનને શણગારવું, બુદ્ધિનો વિકાસ કરવો, હૃદય સુંદર બનાવવું એ બધું આઘું રહી ગયું છે
Wednesday, 28 March 2007 | 2815 hits | Print | PDF |  E-mail | Report


Page 1 of 45


Powered by AlphaContent 4.0.15 © 2005-2010 - All rights reserved