યુગ ઋષિ ની અભિલાષા

જેમનું અંતર યુગચેતનાથી અનુપ્રાણિત હોય એમનું એક જ કર્તવ્ય કે તેઓ ઓછા માં ઓછા ખર્ચ માં નિવાહ કરે અને વધારે માં વધારે સમય, ધન અને શક્તિ યુગ ધર્મ માં વાપરે. એમાં સગસબંધીઓ, કુટુંબીઓ અને મિત્રોની સંમતિ મળવા ની રાહ ન જુઓ. વિચાર ક્રાંતિ ના યુગ ધર્મ નું પાલન કરવાની નિષ્ઠાથી લાગી જાઓ. આજ ની સમસ્યા ઑ અસંખ્ય છે. એમના સ્વરૂપ અને પરિણામ જુદાજુદા છે, પરંતુ એ બધા નું કર્ણ એકજ છે – ચિંતન માં ઘૂસી જવી. આસ્થા સંકટ જ આજ ના વિનાશ નું સૌથી મોટું કારણ છે. એના થી મોટો બીજો કોઈ દુકાળ હોય શકે નહીં. એના નિરાકરણ નો ઉપાય પણ એક જ છે – ઊંધાને છતું કરવું. જો લોક માણસ ને બદલી શકાય, તેને શુધ્ધ કરી કરી શકાય તો દરેક સમસ્યા ને સરળ તાથી ઉકેલી શકાશે. જેમને પોતાનો ઢંઢેરો પીટવાની ઇચ્છા હોય તેઓ વિચિત્ર યોજનાઑ ભલે બનાવતા રહે, પરંતુ જેમને એક જ ચાવી થી બધા તાળાં ખોલવાની ઇચ્છા હોય તેઓ વિચારપરીવર્તન ના કાર્યને સર્વોપરી માની ની એનાથી સંબંધિત કાર્યો હાથ માં લે. તમે દુનિયાની સમસ્યા ઓનો ઉકેલવા માટે, મોટા કાર્યો માટે, પતિત લોકો  ને ઊંચા ઉઠાવવા માટે, એમને આગળ વધાવ આ માટે પ્રયત્ન કરો. ત્યાગ માટે, મોટા કાર્યો માટે તેને સમર્પિત કરો. આજ પરિક્ષાનો સમય છે. જો તમારામાં હિંમત હોય અને તમારો વિવેક સાથે આપતો હોય તો મારી તમને એક જ વિનંતી છે કે નવ યુગ ના નિર્માણ જેવા મોટા કાર્યોમાં તમારો સમય ખર્ચો. પછી તમે કેટલા ખુશ તથા પ્રસન્ન રહો છો અને તમને કેટલો સંતોષ, લોકસન્માન અન ભગવાન ની કૃપા મળે છે.

મારી અંતિમ ઇચ્છા
બીજાઓ ઉપર દયા કરો
 

Comments

No comments made yet. Be the first to submit a comment
Already Registered? Login Here
Guest
Saturday, 25 January 2020
If you'd like to register, please fill in the username, password and name fields.